દાતાઓ છૂટે હાથે ધનદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરે છે. આ દાનની જેમ રક્તદાન (Blood Donation) પણ પુણ્ય કમાવાનું દાન છે.
જમીયત ઉલમાં-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે આગામી 1લી સપ્ટેમ્બર 2024ના મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કરવામાં આવ્યું છે. આ મહારક્તદાન કેમ્પ વાપીમાં કોપરલી રોડ પર આવેલ સહારા હોસ્પિટલની પાછળ અફસાના માર્કેટ ખાતે યોજાવાનો છે. સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આયોજિત આ કેમ્પમાં રક્તદાતાઓ વધુમાં વધુ રક્તનું દાન કરી પુણ્યનું ભાથું બાંધે એવી અપીલ પ્રોજેકટ ચેરમેન ઇન્તેખાબ ખાન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.
ઇમેજ સોર્સ ઓનલાઈન નેટવર્ક..........
રક્તદાન કરવા માટે લોકોને મૂળભૂત બાબતો જાણવાની જરૂર છે. દાખલા તરીકે, રક્તદાન કરવા માટે અમુક માપદંડો પૂરા કરવા આવશ્યક છે. દરેક જણ તે જાણતા નથી. સૌથી મહત્વની વાત એ છે કે રક્તદાન કરવા માટે લાયક વ્યક્તિએ 17-66 વર્ષની વયની હોવી જોઈએ. તેમનું વજન 50 કિલોથી વધુ હોવું જોઈએ અને તેમનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. ડાયાબિટીસ, ...