વાપી ગુંજન વિસ્તારમાં આવેલ બી ટાઈપ માં પેથોલોજી, ફિઝિયોથેરેપી સેન્ટર બાદ ડેન્ટલ કેર સેન્ટરનો કરાયો શુભારંભ
વાપી GIDC વિસ્તારમાં આવેલ બી ટાઈપમાં રોટરી કલબ ઓફ વાપી વેસ્ટ દ્વારા દાતાઓની મદદથી ડેન્ટલ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુરુવારે 25મી એપ્રિલે દાતાઓના સહયોગથી રોટરી કલબ ના સભ્યોએ આ ડેન્ટલ કેરનો શુભારંભ કરી તેમાં ઉપલબ્ધ સેવાઓ અંગેની વિગતો આપી હતી.
વાપીમાં દર્દીઓને ઓછા દરે સારવારની સુવિધા પૂરી પાડવા રોટરી કલબ ઓફ વાપી વેસ્ટ દ્વારા 6 જેટલા પ્રોજેકટ શરૂ કર્યા છે. જે પૈકી વાપી GIDC ના ગુંજન એરિયામાં આવેલ બી ટાઈપ ખાતે પ્રમુખ રોટરી પેથોલોજી લેબ, ભાઠેલા રોટરી ફિઝિયોથેરેપી સેન્ટર કાર્યરત કર્યા બાદ 25મી એપ્રિલ 2024ના ભારત રેઝીન્સ રોટરી ડેન્ટલ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
બી ટાઈપ વાપી GIDC ખાતે કાર્યરત પેથોલોજી સેન્ટર, ફિઝિયોથેરેપી સેન્ટર અને ડેન્ટલ કેર સેન્ટરમાં અન્ય ખાનગી સેન્ટરોમાં લેવાતી ફી ની સામે 40 ટકા ફી સાથે સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. હાલ પેથોલોજી સેન્ટરમાં દરેક પ્...