વાપીમાં સ્વ. મંજુ દાયમાની 17મી પૂણ્યતિ઼થીએ 501 યુનિટ રક્ત એકત્ર કરી દાયમાં પરિવારે રક્તદાતાઓનું સન્માન કર્યું…!
વાપીના રાજસ્થાન ભવન ખાતે, રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી, દમણ,સેલવાસ ના સહયોગમાં, વાપીના પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ. મંજુ દાયમાની 17મી પૂણ્યતિ઼થી નિમિત્તે દાયમાં પરિવાર દ્વારા વિશાલ રક્તદાન શિબિર અને રક્તવીર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 501 યુનિટ જેટલું રક્ત એક્ત્રીત કરવામાં આવ્યું હતું. વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગમાં દાયમાં પરિવારના બી. કે. દાયમાં દ્વારા છેલ્લા 17 વર્ષથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે રાજસ્થાન ભવન ખાતે યોજાયેલા રક્તદાન અને રક્તવીર સન્માન સમારોહ નિમિતે ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તનું દાન કરતા કુલ 501 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ વિરહના દિવસને સેવાના અવસરમાં પલટવા અંગે સ્વર્ગીય મંજુ દાયમાંની પુત્રી પ્રિયા દાયમાં અને પરિવારના મોભી બી. કે. દાયમાએ જણાવ્યું હતું ક...