
ગ્રાહકોને મોંઘાદાટ મોબાઈલ સેકન્ડ હેન્ડમાં વેંચતા મોબાઈલ સ્ટોરમાં વિફરેલો ગ્રાહક બગડેલો ફોન આપી બીજો ફોન લઈ જતા ફરિયાદ
વાપીમાં મોબાઈલ ગલી ગણાતા મહાવીર નગરના હિના આર્કેડ રોડ પર શોપ નંબર 25માં G-3 સેકન્ડ હેન્ડ મોબાઈલ શોપ ધરાવતા વિરમાની શહનવાઝ સલીમ નામના ઇસમે વાપી ટાઉનમાં ફરિયાદ આપી છે કે, તેમની મોબાઈલ શોપમાં આવેલા એક ગ્રાહકે બગડેલો ફોન આપ્યા બાદ નવો ફોન તફડાવી દુકાનમાં તોડફોડ કરી ધાકધમકી આપી છે.
વાપીમાં સેકન્ડ હેન્ડ મોબાઈલ વેંચતા અને<span;> G-3 સેકન્ડ હેન્ડ મોબાઈલ શોપ ધરાવી અનેકવાર ગ્રાહકો સાથે બબાલ કરી ચુકેલા, મુંબઈ પોલીસ દ્વારા તપાસનો ભોગ બનેલા, મીડિયા સાથે પોલીસની ધમકી આપી બબાલ કરી શેર બનેલા વિરમાની શહનવાઝ સલીમ નામના મોબાઈલ સ્ટોર સંચાલકને આખરે સવાશેર ગ્રાહક મળતા તેમની સામે મોબાઈલ ઉચાપત, દુકાનમાં તોડફોડ અને ધમકીઓ આપી હોવાની ફરિયાદ કરી છે.
મોબાઈલ સ્ટોર ધારક વિરમાની શહનવાઝ સલીમેં વાપી ટાઉનમાં PI ને ઉદ્દેશીને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે G-3 સેકન્ડ હેન્ડ મોબાઈલ સ્ટોર શોપ નંબર 25, હિના આ...