વાપીના ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે વકીલ અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી વચ્ચે મારામારી, બન્ને પક્ષ GIDC પોલીસ મથકે પહોંચ્યા
વાપીમાં આવેલ ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે એક વકીલ પિતા અને તેના પુત્ર અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી સાથે બોલાચાલી બાદ મારામારી થતા મામલો GIDC પોલીસ મથકે પહોંચ્યો હતો. GIDC પોલીસ મથકે બન્ને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. જેઓએ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધર્યા બાદ બન્ને પક્ષે સમાધાન કરી મામલા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.મળતી વિગતો મુજબ વાપીના જાણીતા વકીલ અને તેમનો પુત્ર કોમ્પ્લેક્ષ ના આવાગમન ના રસ્તા પર ઉભા હતા અને અંદરો અંદર કોઈ વાત ને લઈ વાતચીત કરી રહ્યા હતાં. તે દરમ્યાન આ જ કોમ્પ્લેક્ષમાં ફાઈનાન્સની ઓફિસ આવેલી હોય તેનો એક કર્મચારી ત્યાંથી પસાર થયો હતો. જેણે વકીલ અને તેના પુત્રને રસ્તો આપવા બાબતે કહેતા વકીલ અને કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.મારામારીના આ દ્રશ્યો ઉપસ્થિત અન્ય લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતાં. જેમાં વકીલ અન...