વાપી GIDC માંથી કેમિકલ વેસ્ટ ઉપાડનારા ભંગારીયાઓ કરવડ પંચાયતના શરણે, જળ, જમીન જંગલ ને મોટેપાયે નુકસાન
વાપી GIDC ઉપરાંત સરીગામ અને ઉમરગામ GIDC માં આવેલ કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ ઉપાડનારા ભંગારીયાઓ છીરી, છરવાડા, બલિઠા, સલવાવને બદનામ કરી ચુક્યા છે. આ ભંગારીયાઓ હવે, કરવડ પંચાયત વિસ્તારમાં પોતાના ગોદામ બનાવી આ વિસ્તારમાં જળ જમીન જંગલ ને મોટે પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ગેરકાયદેસર ગોદામો પર્યાવરણને નુકસાન પહોંચાડવા સાથે માનવ જીવનના આરોગ્ય સાથે પણ ચેડાં કરી રહ્યા છે.
કરવડ વિસ્તારમાં હાલ મોટેપાયે ભંગારીયાઓએ ગોદામ બનાવ્યા છે. અનેક એકરની ખુલ્લી જમીનમાં GIDC નો વેસ્ટ ઠાલવી રહ્યા છે. આ વેસ્ટમાં આવતી પ્લાસ્ટિક, પેપર, કાંચ ની બોટલો, ગમ, વેસ્ટ ડ્રમ, અને ટેક્સટાઇલ્સ કંપનીઓના વેસ્ટનો સમાવેશ થાય છે. જેમાંથી જે વેસ્ટ રિસાયકલ તરીકે ઉપયોગ થાય તેની છટણી કરે છે. બાકીનો બચેલો વેસ્ટ અહીં જ રાત્રી દરમ્યાન કે દિવસ દરમ્યાન સળગાવી રહ્યા છે.
આ વિસ્તારમાં ગેરકાયદેસર ભંગાર ના ગોદામ બનાવી આ ભંગારીયાઓ માલામાલ થઈ...