
વાપીમાં 75 માં વન મહોત્સવની ઉજવણી, વૃક્ષારોપણ-વોટર હાર્વેસ્ટિંગને પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપો :- કનુભાઈ દેસાઈ, નાણામંત્રી
વલસાડમાં જિલ્લાના વાપીની હરિયા એલ. જી રોટરી હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ ઉજવણીમાં "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ મુખ્ય અતિથિ અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું.કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ જનાવ્યું હતું કે, ભારત વિકાસશીલ દેશ છે. પહેલાના સમયમાં દેશના વિકાસની ગતિ ઘણી ધીમી હતી. જ્યારે એક વિકાસશીલ દેશ આગળ વધવાનો પ્રયત્ન કરે ત્યારે રોડ, રેલવે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બનતા હોય છે ત્યારે વૃક્ષોનું છેદન પણ થતું હોય છે. જેને અનુલક્ષીને ક્લાઈમેટ ચેન્જની પરિસ્થિતી ઉદભવે છે. તેથી ઋતુઓનું સંતુલન જળવાતું નથી. કચ્છમાં હવે સારા પ્રમાણમાં વરસાદ થાય છે અને નર્મદાનું પાણી સરહદ સ...