વાપીમાં Mordez Saloon & academy ના 12 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરી, ટ્રેનિંગ પૂર્ણ કરનાર યુવાનોને સર્ટિફિકેટ્સ આપ્યા
વાપીમાં hair, skin, makeup, nail art માટે જાણીતા Mordez સલૂનના 12 વર્ષ પૂર્ણ થતાં સંચાલકો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોર્ડઝ સલૂન એન્ડ એકેડમી તરીકે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં જાણીતી બ્રાન્ચ છે. જેમાં અત્યાર સુધીમાં 50 થી વધુ યુવાનોને ટ્રેનિંગ આપી પગભર કર્યા છે. 12 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં પણ અહીં ટ્રેનિંગ લેનાર 8 જેટલા યુવાનોને સર્ટિફિકેટ્સ આપી આ ક્ષેત્રમાં નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
વાપી ના અલગ અલગ વિસ્તારમાં 5 જેટલા ફેમિલી સલૂનની બ્રાન્ચ ધરાવતા અને ગ્રાહકોની પ્રથમ પસંદ બનેલ mordez saloon ના આ સફળતા પૂર્વકના 12 વર્ષ અંગે સંચાલક રાશીદ કાદરી અને દિનેશ રાઠીએ જણાવ્યું હતું કે, આજ નો દિવસ તેઓના માટે ખૂબ જ આનંદ નો દિવસ છે. આજ થી 12 વર્ષ પહેલાં આ સલૂનની શરૂઆત કરી હતી. જેને ગ્રાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. એવો જ સહકાર આગામી વર્ષોમાં પણ અવિરત મળતો રહેશે ...