નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી નોટીફાઈડ એરિયામાં પાણીની લાઈનોના રૂ. 42 કરોડના નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
નાણાં ઉર્જા અને પેટોકેમીકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે વાપી નોટીફાઈડ એરિયા ખાતે ફેઝ - 2,3,4 અને 100 શેડ વિસ્તારમાં પાણી વિતરણ નેટવર્કની પાણીની લાઇનોના નવીકરણના રૂ. 42 કરોડના કામનું ખાતમુહૂર્ત કરાયું. જે અંતર્ગત આ વિસ્તારોમાં 40 વર્ષ જૂની લાઇનો બદલી આશરે 55 કિલોમીટર લંબાઈમાં કાસ્ટન આયર્ન( સી.આઈ) પાઈપ લાઈન નાખવામાં આવશે.
જીઆઈડીસીમાં વર્ષ 1969 થી પાણી પુરવઠા વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેમાં ક્યારેક ભંગાણ પડે તેમજ ઘણી જગ્યાઓએ આંશિક લિકેજ થવાને કારણે પાણનો વ્યય થવાની અને પુરતા પ્રેશરથી પાણી ન પહોચવાની સમસ્યાઓ ઉદભવે છે. જે આ નવીનિકરણથી દૂર થશે. જેથી ઔદ્યોગિક એકમોને પુરતા પ્રેશરથી પાણી મળતાં ઉત્પાદનમાં ઘણા ફાયદાઓ થશે.
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પાણી પાઇપલાઈનના નવીનિકરણથી ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. 40 વર્ષ પછી પણ પાઈપ લાઈનોમાં ડેમેજ નથી. ભાગ્યે જ ભંગાણની સમસ્યા સર્જા...