જમીયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
રવિવારે 1લી સપ્ટેમ્બરે વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જમીયત ઉલમાં-એ-વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું. જમીયત દ્વારા આ પ્રથમ રક્તદાન કેમ્પ હતો. જેમાં 118 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યાં હતાં. પરંતુ રક્તદાન માટે નિયત ઉંમર અને વજન તેમજ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ જેવી બીમારી છે કે કેમ તે અગત્યનું પાસું હોય એવા 50 થી વધુ રક્તદાતાઓનું રક્ત નહિ લેવામાં આવતા તેઓએ ભારે હૈયે પરત થવું પડ્યું હતું. રક્તદાન કેમ્પની આયોજક સંસ્થા એવી જમીયત ઉલમાં એ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને ખજાનચી અબ્દુલ વહાબ ખાને જણાવ્યું હતું કે, આ તેમની સંસ્થા તરફથી પ્રથમ કેમ્પ હતો. જે સફળ રહ્યો છે. રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે રક્તદાન કેમ્પ કરતા રહેવાની પ્રેરણા મળી ...