રક્તદાન હૃદય, રક્તકણો, કેલરી બર્ન માટે ફાયદા કારક છે, કેન્સરની શક્યતા ઘટાડે છે. અને ફ્રી હેલ્થ ચેકઅપનો લાભ મળે છે. કેટલાય લોકોના જીવન રક્તદાનથી બચે છે.
જમીયત ઉલેમાં એ વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે આગામી 1લી સપ્ટેમ્બરે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વધુમાં વધુ લોકો રક્તદાન કરવા આવે તેવી અપીલ સંસ્થાના આગેવાનો, સભ્યો દ્વારા કરવામાં આવી છે. રક્તદાન ની રક્તદાતાને અનેક ફાયદા થાય છે. એ ઉપરાંત સેવાના આ કાર્યથી પુણ્યનું ભાથું બાંધે છે.રક્તદાનના ફાયદા અનેક છે. જે નીચે મુજબના છે......
રક્તદાન હૃદય માટે ફાયદારૂપ છે......
રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે, જેનાથી હાર્ટ અટેકની શક્યતા 88% જેટલી ઘટી જાય છે. રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33% જેટલો ઘટાડો થાય છે.
રક્તદાન નવા રક્તકણોનું ઉત્પાદન વધારે છે....
રક્તદાન કરવાથી તાત્કાલિક જ શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને 48 કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી...