વાપી GIDC ની પેપરમિલોમાંથી પાણી નીતરતા સ્લજ નો કાળો કારોબાર, શેહબાઝ-શેહઝાઝ બેલડી પર GPCB, કંપની સંચાલકોની મીઠી નજર…?
વાપી GIDC માં છેલ્લા ઘણા સમયથી પેપરમિલોનો ભીનો સ્લજ સગેવગે કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ કાળા કારોબારમાં શેહબાઝ અને શેહઝાજ નામના ભાઈઓ મોટેપાયે સંકળાયેલ છે. આ વ્યક્તિઓ વાપીની અલગ અલગ પેપરમિલોમાંથી આ સ્લજ ભરાવી તેંને L&T, અમ્બુજા, અલ્ટ્રાટેક જેવી સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલે છે. જેમાં મોટેભાગે ટ્રક માં ભરેલો સ્લજ ભીનો હોય, પાણી નીતરતો જ ભરવામાં આવે છે.
ટ્રક માં ઠસોઠસ ભરેલ આ નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે. જેનાથી રસ્તાઓ ખરાબ થવા સાથે વાહન ચાલકો ના વાહનોને ગંદા કરે છે. કેટલાક વાહનના કાચ પર ગંદા પાણીના છાંટાથી ખરાબ થઈ રહ્યા છે. દ્વિચક્રી વાહન ચાલકો, રાહદારીઓને પણ આ ગંદા પાણીના છાંટા ઉડતા હોય અકસ્માત જેવા બનાવો બની રહ્યા છે.
આ કાળા કારોબારને લઈ લોકોને અનેક મુશ્કેલી પડતી હોય એ અંગે આસપાસના લોકો દ્વારા કંપની સંચાલકોને રજુઆત પણ કરવામાં આવે છે....