Friday, December 27News That Matters

Tag: Vapi News Big relief for MSME sector VIA expressed thanks to GERC allowing LT customers to benefit up to 150 Kilowatts

MSME સેક્ટર માટે મોટી રાહત, GERCએ LT ગ્રાહકોને 150 Kilowatts સુધીનો લાભ મેળવવાની મંજૂરી આપતા VIAએ આભાર પ્રગટ કર્યો

MSME સેક્ટર માટે મોટી રાહત, GERCએ LT ગ્રાહકોને 150 Kilowatts સુધીનો લાભ મેળવવાની મંજૂરી આપતા VIAએ આભાર પ્રગટ કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લામાં વાપી, સરીગામ, ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા MSME સેક્ટરને મોટી રાહત મળી છે. ગુજરાત ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન/Gujarat Electricity Regulatory Commission(GERC) એ એક ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરી MSME એકમો જે LT વિદ્યુત જોડાણના 100 KWની મર્યાદામાં આવતાં હતા તેમને હવેથી 150 KW સુધીની મંજૂરી આપવામાં આવી છે. જે અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી GERC, ગુજરાત સરકાર અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર પ્રગટ કર્યો હતો. વાપીના VIA હોલ ખાતે આયોજિત આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત VIA પ્રમુખ સતીશ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા અને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મેહુલ પટેલે માહિતી આપી હતી કે, વાપી જેવી ઔદ્યોગિક વસાહતમાં MSME એકમો નાની જમીન અથવા શેડ પર કાર્યરત હોય છે. જ્યાં તેમની પાસે અત્યાર સુધી LT માટે 100 કિલોવોટ વીજળી થી વધાર...