Tuesday, January 14News That Matters

Tag: Vapi News Around 400 students from 35 colleges showcased their talent under Dyna Fest 2O organizing various competitions in colleges of Rajju Shroff Rofel University

Rajju Shroff Rofel Universityની કોલેજોમાં વિવિધ સ્પર્ધાનું આયોજન, Dyna Fest 2.O હેઠળ 35 જેટલી કોલેજના આશરે 400 વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યાં 

Rajju Shroff Rofel Universityની કોલેજોમાં વિવિધ સ્પર્ધાનું આયોજન, Dyna Fest 2.O હેઠળ 35 જેટલી કોલેજના આશરે 400 વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યાં 

Gujarat, National
રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ BBA, BCA, બીકોમ, અને BA કોલેજોમાં Dyna Fest 2.O નું તારીખ 11/01/2025 ના રોફેલ GIDC કોલેજ કેમ્પસમાં આંતર કોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દક્ષિણ ગુજરાતની વિવિધ 35 જેટલી કોલેજના આશરે 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને રોફેલ કોલેજના આચાર્ય ડૉ. પ્રિયકાન્ત વેદના માર્ગદર્શન હેઠળ શનિવારે સવારથી જ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થયો હતો. જેમાં એડ ગુરુ (એડ મેડ શો), સ્કવોર્ડ વોર્સ (BGMI), બેટલ ઓફ સી, સાઇબર હન્ટ,  રિલ્સ મેકિંગ, મહેંદી આર્ટ, કરોટી આર્ટ (રંગોલી), પોસ્ટર મેકિંગ, એલોકેશન, ક્વિઝ  સહિતની સ્પર્ધામાં દક્ષિણ ગુજરાત અને વાપી વલસાડ અને સંઘ પ્રદેશ સેલવાસ અને દમણની કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિજેતા સ્પર્ધકોને રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પ્રોત્સાહિત ઇનામો આપી...