વેપારીઓને વિશ્વાસમાં લઈ પૈસા ચાઉ કરી જનાર ચણોદના ઉમેશ રાય સામે વધુ એક ફરિયાદ, અલગ અલગ લોકોના 80 લાખથી વધુ ચાઉ કરી ગયો હોવાની ચર્ચા
વાપીના ડુંગરા પોલીસ મથકમાં ચણોદ ખાતે રહેતા ઉમેશ રાય નામના ઠગ ભગત સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. છીરી માં પેટ્રોલપંપ ધરાવતા સમીર પટેલે આ ફરિયાદ લખાવી છે. જેમાં તેમના પેટ્રોલપંપ પર ઉમેશ રાયે પોતાની ટ્રક માં 5.35 લાખનું ડીઝલ ભરાવી તે રકમ નહિ ચૂકવી વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, ઠગ ભગત ઉમેશ રાય સામે લોકોને વિશ્વાસમાં લઈ પૈસા ચાઉ કરી જવાની આ 5મી ફરિયાદ છે. સૂત્રોનું માનીએ તો ઉમેશે વાપીના અલગ અલગ વેપારીઓના અંદાજિત 80 લાખથી વધુ ની રકમ નહિ ચૂકવી છેતરપિંડી કરી છે. જેને લઇ ભોગ બનનારા લોકોની માંગ છે કે, પોલીસ આ ઠગ ભગત સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરાંત પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરે.
વાપીના છીરી વિસ્તારમાં શ્રીજી પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપના સંચાલક સમીર પટેલે વાપી ના ચણોદ વિસ્તારમાં રહેતા ઉમેશ રાય સામે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પેટ્રોલપંપ ના સ...