શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ની ઉત્સાહભેર કરાઈ ઉજવણી
વાપીમાં આવેલ 'શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં' તારીખ 07/01/2024, રવિવારના રોજ 'સ્પોર્ટ્સ ડે' ની ભવ્ય ઊજવણી કરવામાં આવેલ હતી. શાળાના વિશાળ મેદાન પર આયોજિત કરવામાં આવેલ આ સ્પોર્ટ્સ ડે (2023 - 2024)' મીટ ધ ચેમ્પિયન્સ' ની થીમ સાથે દબદબાભેર યોજાયો હતો. જેમાં રમતગમતક્ષેત્રે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
વાર્ષિક સ્પોર્ટ્સ ડે નિમિતે મુખ્ય અતિથિ તરીકે શ્રી ડૉ. આશિષ ઠાકુર (B.A.M.S., PGD, HHM) એ સ્થાન શોભાવ્યું હતું, જેઓ જિલ્લા કક્ષાએ U - 17 ફુટબોલ, U - 19 કબડ્ડીમાં પ્રતિનિધિત્વ કરેલું છે. તેમજ All over Valsad' s Doctor Cricket Premier League, Olive Hospital Cricket Premier League સંકળાયેલ છે. જ્યારે, સુંદરલાલ આર. શાહે અઘ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું. અજયભાઈ સી. શાહ (ઉપાધ્યક્ષ) તેમજ ચંદ્રેશભાઇ એસ. શાહ (સેક્રેટરી), રોહિતભાઇ એ. શાહ (જોઈન્ટ ...