વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2024-2025નું રૂપિયા 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ કરાયું
બુધવારે 31મી જાન્યુઆરી 2024ના વાપી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ કાશ્મીરા શાહ દ્વારા વર્ષ 2023-24નુ સુધારેલ બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2024-25નું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા, IAS રાજેશ મોર્યા અને પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં વાપી સેવાસદનના હોલમાં સવારે 11:30 કલાકે સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા દ્વારા અગાઉ મળેલ સામાન્ય સભા અને કારોબારી સમિતિની નોંધને બહાલી આપવામાં આવી હતી. સાથે વર્ષ 2024-25નું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ કરી, અન્ય કામગીરીની જાહેરાત કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ કાશ્મીરા શાહે વર્ષ 2023-24 નું 1,29,19,68,662 રૂપિયાના ખર્ચ વાળું અને 57,87,84,605 રૂપિયાની બંધ સિલક વાળા અંદા...