Sunday, December 22News That Matters

Tag: Vapi News An employee’s hand was cut off in Aryan Paper Mill of Vapi and treated in Surat the police investigated the incident

વાપીની આર્યન પેપર મિલમાં કર્મચારીનો હાથ કપાઈ જતા સુરતમાં સારવાર કરાવી, ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી

વાપીની આર્યન પેપર મિલમાં કર્મચારીનો હાથ કપાઈ જતા સુરતમાં સારવાર કરાવી, ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી

Gujarat
વાપી GIDC ના 2nd ફેઝમાં આવેલ આર્યન પેપર મિલમાં કામ કરતી વખતે મશીનમાં આવી જતાં 23 વર્ષીય કામદારનો હાથ કપાઈ ગયો હતો. આ ઘટના 10 જાન્યુઆરીએ બની હતી. જે અંગે વાપી GIDC પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનામાં ESIC ની સવલતોને લઈને પણ ઇજાગ્રસ્ત કર્મચારીના પરિવારે મુસીબતોનો સામનો કરવો પડ્યો હોવાની હૈયા વરાળ ઠાલવી છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીના મોટી સુલપડમાં રહેતા વિકી કુમાર વાપીની આર્યન પેપરમિલમાં 6 મહિનાથી નોકરી કરતો હતો. ગત 10 જાન્યુઆરીએ રાબેતા મુજબ કંપનીમાં નોકરી પર ગયો હતો. તે સમયે મશીનના પટ્ટામાં કોઈ ચીજ ફસાઈ ગઈ હતી જે કાઢવા જતા તેનો ડાબો હાથ ખભાથી કપાઈ ગયો હતો. લોહી નીકળતી હાલતમાં તેને ESICમાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. વિકીની હાલત ગંભીર હોય ખાનગી હોસ્પિટલના તબીબોએ તેને સુરત મોકલી આપવાનું જણાવતા તેને સુરત સારવાર માટે રવાના કર્યો હતો. જ્યાં 17 દિવસ...