વાપીના ડુંગરા માં WTP માટે પાલિકાએ લીધેલી આંબા વાડીની જમીન કંપનીઓના કેમિકલ વેસ્ટની ડમ્પીંગ સાઈટ નીકળી…!
વાપી નગરપાલિકાએ ડુંગરામાં ખરીદેલી જમીન પર ગત 10મી માર્ચે પીવાના પાણી ના પ્લાન્ટ માટે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહર્ત કરાવ્યું હતું. જો કે, આ જમીન મામલે નગરપાલિકા ના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉલ્લુ બન્યા હોવાનું પ્રતીત થયું છે. કેમ કે જે જમીન આંબા વાડી સમજી કરોડો રૂપિયામાં વેંચાતી લીધી છે. એ જમીન વાપી GIDC ની કંપનીઓમાંથી સગેવગે કરેલ કેમિકલ યુક્ત કચરાની ડમ્પીંગ સાઈટ નીકળી છે.
હાલ અંહી દમણગંગા નદી કિનારા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સામે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની કામગીરી પૂરજોશ માં ચાલી રહી છે. જેમાં જમીનમાંથી મોટેપાયે કેમિકલ યુક્ત કચરો બહાર નીકળી રહ્યો છે. તેમજ કેમિકલ યુક્ત પાણી ખાડાઓ માં ભરાઈ રહ્યું છે. આ દુર્ગંધ મારતો કેમિકલ વેસ્ટ અને પાણી અંહી કામ કરનારા કામદારો, કોન્ટ્રાક્ટરો અને આસપાસ થી નીકળતા શહેરીજનો માટે માથાનો દુખાવો બન્યો છે. ભર ઉનાળે અંહી કામ કરતા કામદારો ...