નર્સિંગ કોલેજમાં કાર્યક્રમના જમણવાર બાદ સ્ટુડન્ટસ ને ફૂડ પોઇઝનિંગ થતા હોસ્પિટલમાં અપાઈ સારવાર
વાપીમાં આવેલ નર્સિંગ કોલેજમાં આયોજિત કાર્યક્રમ બાદ તમામ સ્ટુડન્ટસ માટે જમણવાર રાખવામાં આવ્યું હતું. જેમાં પીરસેલ વાનગીઓને કારણે 12 થી વધુ સ્ટુડન્ટ્સને ખોરાકી ઝેરની અસર થતા વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવતા હાલ તમામ સ્વસ્થ હોય મોટાભાગનાને ડિસ્ચાર્જ કરી દીધા હોવાની વિગતો હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી મળી છે.
ઘટના અંગે ખાનગી હોસ્પિટલ મેનેજમેન્ટના તબીબે માહિતી આપી હતી કે, ગઈ કાલે વાપીની SSC નર્સિંગ કોલેજમાં કોલેજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ તમામ કોલેજીયનો માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભોજનની એકાદ વાનગી કેટલાક સ્ટુડન્ટસે આરોગી હતી. જેઓને મોડી રાત્રીએ ફૂડ પોયઝન ની અસર થતા દોડધામ મચી ગઇ હતી.
આ ઘટનાને લઈ જેટલા અસરગ્રસ્તોની તબિયત બગડી હતી તે તમામને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ માં સા...