
વાપી છરવાડાના સડક ફળિયાની દિકરીના આક્ષેપ બાદ છરવાડાના સરપંચે સમગ્ર મામલે ખુલાસો કર્યો
વાપી તાલુકાના છરવાડા ગ્રામપંચાયત ના વોર્ડ નં.7 ના સડક ફળિયામાં રહેતી મિનલબેન હળપતિએ સરકાર દ્વારા આપવામાં આવતા લાભ માટે છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર છરવાડા ગ્રામપંચાયતના સરપંચ અને તલાટી સહી કરી આપતા નથી તેવો આક્ષેપ કર્યો હતો. જે અંગે મંગળવારે છરવાડા ગ્રામ પંચાયત ના સરપંચ યોગેશ પટેલે ખુલાસો કર્યો હતો.
છરવાડા સરપંચ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત છરવાડાના તલાટી અને તેમના પર જે આક્ષેપ થયા છે. તે પાયા વિહોણા અને એક ષડયંત્રનો ભાગ છે. ગ્રામ પંચાયતમાં છેલ્લા બે દિવસથી ચગેલા આ મામલામાં કોઈ તથ્ય નથી. હકીકતમાં આ દીકરીએ આવી કોઈ જ અરજી ગ્રામપંચાયત માં કરી નથી. કે, આવ્યા નથી. પંચાયત દ્વારા આવકના દાખલા માટે ક્યારેય કોઈને હેરાન પરેશાન કરવામાં આવતા નથી. પંચાયત દ્વારા તેમના વિરોધીઓને પણ સરકારી લાભ માટે ગ્રામ પંચાયતની જે પણ મંજૂરી કે ભલામણ પત્રની જરૂર હોય છે તે પ્રમાણિક પણે આપવામા...