Sunday, December 22News That Matters

Tag: Vapi News After spoiling the land around Vapi now the waste chemical dumpers are spoiling the banks and water of Damanganga river

વાપી આસપાસની જમીન ખરાબ કર્યા બાદ હવે વેસ્ટ કેમિકલ ડમ્પ કરનારા માફીયાઓ દમણગંગા નદીનો કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે…?

વાપી આસપાસની જમીન ખરાબ કર્યા બાદ હવે વેસ્ટ કેમિકલ ડમ્પ કરનારા માફીયાઓ દમણગંગા નદીનો કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે…?

Gujarat, National
વાપી GIDC માં આવેલ કેમિકલ કંપનીઓ અને આવી કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ ઉચંકતા માફીયાઓના કરતૂતોથી વાપી GIDC હંમેશા બદનામ રહ્યું છે. તો, વાપી આસપાસની જમીનોનું નખ્ખોદ વળી ગયું છે. જમીન, પાણી મોટેપાયે ખરાબ થઈ ચૂક્યા છે. હવે આ જ કેમિકલ વેસ્ટ, પેપરમિલ વેસ્ટ, નોનરિસાયકલ વેસ્ટ ઊંચકનારાઓને કારણે દમણગંગા નદીનો કિનારો અને નદીનું પાણી ખરાબ કરવાની પ્રવૃત્તિ આચરાઈ રહી છે.વાપીના ડુંગરા વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું બુલેટ સ્ટેશન બની રહ્યું છે. જેને કારણે આ વિસ્તાર હાલ વિકાસના નામે ચર્ચામાં છે. બુલેટ ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થતી દમણગંગા નદી પર બનેલ બ્રિજ પરથી પસાર થવાની છે. આ બ્રિજ નજીક દમણગંગા નદી ના કિનારે કેમિકલ વેસ્ટ ના માફીયાઓ પોતાના વાહનોના આવાગમન માટે કેમિકલ વેસ્ટ પાથરી રહ્યા છે. જેનાથી કાંઠાનો વિસ્તાર સાંકડો થઈ રહ્યો છે. નદીનું પાણી ખરાબ થઈ રહ્યું છે. આ પ્રવુતિ છેલ્લા ઘણા સમય ચાલી રહી...