સરીગામમાં કુલર બનાવતી કંપનીના બ્રાન્ડની કોમર્શિયલ ટીવી એડનું શૂટિંગ કરવા જાણીતા ટીવી-ફિલ્મ, એડ ફિલ્મના કલાકારો વાપી આવ્યા
વલસાડ જિલ્લામાં આવેલ સરીગામ GIDC માં મેંગો કુલર બનાવતી કંપનીની કોમર્શિયલ ટીવી એડ શૂટ કરવા માટે જાણીતા કલાકારો વાપી આવ્યા હતાં. જેઓએ ચલા વિસ્તારમાં મેંગો કુલર કંપની ના સંચાલકો ના નિવાસ સ્થાને ટીવી એડનું શૂટિંગ કર્યું હતું. આ પ્રસંગે તમામ કલાકારોએ વાપીમાં એડના શૂટિંગનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમજ આ પહેલ આ વિસ્તારના ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ અન્ય નામાંકિત કંપનીઓને તેમની બ્રાન્ડિંગ કરવામાં અનેકગણી ઉપયોગી સાબિત થશે. બ્રાન્ડિંગ માટે મુંબઈ સુધી જવું નહિ પડે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ચેન્નઈ એક્સપ્રેસ, સિંઘમ જેવી ફિલ્મો રાધા કૃષ્ણ, દિયાબાતી, સિલસીલા પ્યાર કા જેવી સિરિયલો અને 200થી વધુ કોમર્શિયલ એડમાં કામ કરી ચૂકેલા કલાકાર રાકેશ કુરકુતી, અનેક એડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી એકટર સ્નેહા નામાનંદી સોમવારે વાપી આવ્યા હતાં. જેઓએ બ્લેક લાઈટ પિક્ચર હેઠળ કુલર બનાવતી કંપનીની ટીવી એડનું શૂટિંગ કર્યું હતું.
...