
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે બસ અને સ્કૂલ વાન સંચાલકોની બેઠક મળી
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ તાલુકા વાપી, જિલ્લા વલસાડ ખાતે સ્કૂલ સંચાલક મંડળ, ડાયરેક્ટર, આચાર્ય અને સ્કૂલ વેન સંચાલકો અને ડ્રાઇવરો સાથે મીટીંગ મળી હતી. જેમાં સ્કુલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા બાબતનો વાહન વ્યવહાર કમિશનર શ્રી ગાંધીનગર ગુજરાત રાજ્ય નો પરિપત્ર ક્રમાંક 3756 તારીખ 12 જૂન 2019 તથા તા 12/6/2024 નાં રોજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બોલાવેલી બેઠકમા આપેલી સુચના સંદર્ભે માહિતી આપવામાં આવી હતી અને તેનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી એ સ્કૂલ વર્ધી માટે વપરાતી બસ, ઓટોરિક્ષા અને વાનના સંચાલકો માટેના વાહન વ્યવહાર કમિશનર શ્રી ગાંધીનગર નાં પરિપત્રમાં દર્શાવેલા A થી U સુધીના તમામ મુદ્દાઓની છણાવટ કરી સમજણ આપી હતી અને તેનું પાલન કરવા સૂચના આપી હતી.આ બેઠકમાં શ્રી સ્વામિનારાય...