વાપી GIDC માં આવેલ અનુપ પેઇન્ટ્સ કંપનીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહિ
વાપી જીઆઇડીસી માં આવેલ અનુપ પેઇન્ટ્સ નામની કંપનીમાં મંગળવારે બપોર બાદ અચાનક જ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં અફરાતફરી મચી હતી. આગની ઘટના બનતા તાત્કાલિક વાપી નોટિફાઇડ, વાપી નગરપાલિકા અને પારડી નગરપાલિકાના ફાયર જવાનોને ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ પાણીનો અને ફોર્મનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટના દરમિયાન એક કામદાર દાજ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોઈ જાનહાની થઈ નથી.
આગની ઘટના અંગે VIAના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે અનુપ પેઇન્ટ્સ નામની કંપનીમાં આગ ની ઘટના બની છે. કંપની ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિક પેઇન્ટ્સ બાનાવતી હોય આગની ઘટના દરમ્યાન રેડીમેઈડ પેન્ટ્સના ડ્રમ નો સ્ટોક ખાખ થઈ ગયો છે. કંપનીમાં સોલ્વન્ટ ના ડ્રમ હોય શોર્ટ સર્કિટથી આગ લાગ્યા બાદ સોલ્વન્ટ ને કારણે વધુ પ્રસરી હતી. જો કે, આગ ની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણકારી મ...