વાપીના ચલા ડુંગર ફળિયા વિસ્તારમાં ભગવાન રામની વેશભૂષામાં સજ્જ બાળકો સાથેની ભવ્ય શોભાયાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું
વાપી નગરપાલિકા વિસ્તારના ચલા ડુંગર ફળિયા વોર્ડ નંબર 2 માં સ્થાનિક કાઉન્સિલર ધર્મેશ પટેલ દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પોતાના વિસ્તારમાં ભવ્ય શોભા યાત્રા, મહાપ્રસાદ સહિતના આયોજનો કરી આ શુભદિનની અનોખી ઉજવણી કરી હતી.
22મી જાન્યુઆરીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પ્રતિમાની અયોધ્યા નગરીમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ શુભ ઘડીએ સમગ્ર દેશ રામમય બન્યો છે. જે અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારના ચલા ડુંગર ફળિયાના સ્થાનિક કાઉન્સિલર ધર્મેશ પટેલની આગેવાનીમાં સવારે રામ પૂજન અને બપોર બાદ ડીજે ના તાલે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનની ઝાંખી રજૂ કરતા બાળકો સાથે ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.
કેસરી ધજા પતાકા સાથે રામ શોભાયાત્રા માં જોડાયેલ રામ ભક્તોએ જય શ્રી રામના ગગનભેદી નારા બોલાવ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ, યુવાનોએ ડીજે...