
બલિઠા નજીક નફ્ફટ હાઇવે ઓથોરિટીના પાપે દંપતીને મોત આંબી ગયું…! તો, ઘટનાનું કવરેજ કરવા ગયેલ પત્રકાર ટેમ્પાની ટકકરે ઘાયલ…!
નફ્ફટ હાઇવે ઓથોરિટી અને મહદઅંશે PWDના પાપે બલિઠા નજીક હાઇવે પર પડેલા ખાડા અને તેમાં ભરેલા વરસાદી પાણીના કારણે શુક્રવારે 2 વ્યક્તિઓનો જીવ ગયો હતો. તો, આ અકસ્માત અને વરસાદી પાણીના કવરેજ માટે ગયેલ રિજનલ ચેનલના પત્રકાર ને ટેમ્પો ચાલકે ટક્કર મારતા તે પણ ઘાયલ થયા હતાં. જેને હોસ્પિટલમાં સારવાર કરાવવાની નોબત આવી છે. વાપી નજીક પસાર થતા હાઇવે નંબર 48 પર શુક્રવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક દંપતી નું મોત નિપજતા અરેરાટી ફેલાઈ હતી. ઘટના અંગે મળતી વિગતો મુજબ શુક્રવારે વરસતા વરસાદને કારણે બલિઠા નજીક હાઇવે પર પાણી ભરાયા હતાં. જેને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અરસામાં મૂળ ટુકવાડા ના રહેવાસી એવા ભગુભાઇ નાયકા તેમની GJ-15-AS 3448 નંબરની બાઇક પર પત્ની શકુન્તલાબેન નાયકાને બેસાડી વાપી તરફથી પરત પોતાના ગામ ટુકવાડા જતા હતાં. ત્યારે, એક ડમ્પર ચાલકે તેઓની બાઇકને પાછળથી ટક્કર મારી હતી....