વલસાડ પોલીસનો સરાહનીય પ્રયાસ, જિલ્લાના 152 યુવાનોના સપનાને સાકાર કરવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિઃશુલ્ક તાલીમ આપી સજ્જ કર્યા
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વલસાડ જિલ્લાના 152 યુવાનોનું સપનું સાકાર કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. ગૃહ વિભાગની વિશેષ ગ્રાન્ટનો લાભ મેળવી વલસાડ જિલ્લાના હેડ કવાટર્સ ખાતે એક મહિના સુધી 152 વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની આગોતરી તાલીમ આપી સજ્જ કર્યા છે. આ પૂર્વ તાલીમ બાદ યુવાનો PI, PSI, LRD, તલાટી કમ મંત્રી અને કોન્ટેબલ સહિત વર્ગ 2, 3 અને 4 ની સ્પર્ધાત્મક પરિક્ષાર્થીમાં ઉત્સાહભેર ભાગ લઈ શકશે. આ તાલીમ વર્ગમાં ઇનડોર કલાસીસ અને આઉટડોર ફિઝિકલ તાલીમ આપવામાં આવી હતી. 28મી જાન્યુઆરી 2024થી 28મી ફેબ્રુઆરી 2024 ના 30 દિવસની આ તાલીમ બાદ તમામ 152 વિદ્યાર્થીઓ ને આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં વલસાડનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ આપી હતી.
વલસાડ પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે 152 જેટલા વિદ્યાર્થીઓ ને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટેના નિઃશુલ્ક વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...