ટુકવાડા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 9 માં સ્પોર્ટ્સ ડે નું આયોજન, ખેલ-ક્રિડા-દોસ્તી-ઉત્સવ થીમ ઉપર 800 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
વાપી નજીકના ટૂકવાડા ગામમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ ખાતે શાળાનો 9મો સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. સ્કૂલના પટાંગણમાં આયોજિત આ સ્પોર્ટ્સ ડે માટે ખેલ-ક્રીડા-દોસ્તી-ઉત્સવ થીમ પસંદ કરવામાં આવી હતી. ખેલ ઉત્સવમાં શાળાના 800 બાળકોએ ભાગ લીધો હતો.
રમત ગમતના આ અનોખા આયોજનમાં બાળકોએ વિવિધ ખેલ કુદની રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. આ અંગે શાળાના પ્રિન્સિપાલ અનુપમ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ સાથે બાળકોમાં રહેલી પ્રતિભા ને પણ નિખારવાનું કામ કરવામાં આવે છે. તે માટે શાળામાં અભ્યાસની પ્રવૃત્તિઓ સાથે અન્ય રમતગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતા આવ્યા છે. જેમાં શાળાના 100 ટકા બાળકો ભાગ લેતા આવ્યા હોય તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
રમત ગમતના આ કાર્યક્રમમાં વાપીના જાણીતા તબીબ ડૉ. ચિંતન પટેલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જે...