DGVCL દ્વારા ચાલુ વર્ષે 40 કરોડની વીજચોરી પકડી, ગંભીર કિસ્સામાં વિજચોર ને જેલની હવા ખવડાવી…!
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) હાલ દક્ષિણ ગુજરાતમાં વીજળી પુરી પાડવા સતત પ્રયત્નશીલ છે. કરોડો રૂપિયાના ખર્ચે ઓવરહેડ કેબલને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી કરી રહ્યું છે. તો, વીજ ચોરી બાબતે પણ સજાગ બની પ્રિ-પેઈડ મીટરનો નવતર પ્રયોગ હાથ ધરવા સાથે સતત વીજ ચોરી કરતા ગ્રાહકો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી દંડ સહિતની કાર્યવાહી કરી રહ્યું છે.
આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફીસ સુરતના મેંનેજિંગ ડિરેકટર યોગેશ ચૌધરી (IAS)એ aurangatimes.com સાથે વાતચીત કરતા વીજ ચોરી બાબતે મહત્વની વિગતો આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વીજ ચોરીને ડામવા DGVCL દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વીજ ચોરી કોઈ એક વ્યક્તિ કરે છે. પરંતુ તેનું નુકસાન બાકીના ગ્રાહકોએ ભોગવવાનું થાય છે. કેમકે વીજ ચોરીનો લોસ અન્ય ગ્રાહકના વીજ બીલમાં ઇન્ક્રીઝ થઈને આવે છે. એટલે વીજચોરીને ક્યારેય બરદાસ્ત કરવામાં આવતી નથી.
...