
વાપી રેલવે સ્ટેશને 3 મુસાફરો આવ્યાં ટ્રેન અડફેટે, 2 ના મોત એક ઘાયલ
વાપી રેલવે સ્ટેશનને મુંબઈ તરફથી આવતી ટ્રેન અડફેટે આવી જતા 2 મુસાફરોના મોત અને એક મુસાફર ઘાયલ થતા અરેરાટી મચી ગઇ છે. ઘટનામાં ટ્રેનમાંથી રોંગ સાઈડ ઉતરેલા 3 મુસાફરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે બીજી ટ્રેન અડફેટે આવી ગયા હતાં. જેમાં 1 મહિલા એક પુરુષ મુસાફરનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એક મહિલા મુસાફર ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે રેલવે પોલીસે વિગતો આપી હતી કે, બપોરે 2 વાગ્યે મુંબઈ તરફ જતી ઝાંસી બાંદ્રા ટ્રેન વાપી પહોંચી હતી. વાપી માં ટ્રેન પ્લેટ ફોર્મ નંબર 2 પર ઉભી રહી હતી. ત્યારે ટ્રેનમાં વધુ ભીડ હોય 3 મુસાફરો ઓફસાઈડ ઉતર્યા હતાં. ત્રણેય મુસાફરો રેલવે ટ્રેક ક્રોસ કરી પ્લેટ ફોર્મ નંબર એક પર જઈ રહ્યા હતા ત્યારે મુંબઈ તરફથી આવતી લીંગમ પલ્લી-ઇન્દોર હમસફર એક્સપ્રેસ ટ્રેનના અડફેટે આવી ગયા હતાં.
ઘટનામાં 3 મુસાફરો પૈકી એક મહિલા અને એક પ...