વલસાડ જિલ્લાની સબ જેલ માટે જે 25 એકર જમીનની જરૂર છે. તે ભિલાડ ચેકપોસ્ટ નજીક બંધ પડેલ દમણગંગા સુગર ફેક્ટરીની જગ્યામાંથી મળી શકે છે
વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે 1990માં શ્રી દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ની સ્થાપના કરવામાં આવી હતી. જે માટે ભિલાડ ચેકપોસ્ટ નજીક મુંબઈ થી સુરત લેન તરફ અંદાજીત 130 એકર જગ્યા ફાળવાઈ હતી. અને મશીનરી સહિતનો શેડ ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ તે બાદ આ સુગર ફેક્ટરી ક્યારેય કાર્યરત થઈ નથી. 35 વર્ષથી બંધ આ ફેકટરીનું સ્થળ વલસાડની સબ જેલ માટે આદર્શ સ્થળ છે. જો પોલીસ આ દિશામાં પ્રયાસ કરે તો તેમને જેલ માટે જે 25 એકર જમીનની જરૂર છે. તે આ સુગર ફેક્ટરની જગ્યામાંથી મળી શકે છે.
વલસાડ જિલ્લામાં પોતાની સબ જેલ નથી. જે માટે છેલ્લા ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા જેલ માટે અંદાજીત 25 એકરની જમીનનો ખપ છે. જેનો મેળ પડતો ના હોય જિલ્લા જેલની સગવડ ખોરંભે પડી છે.
હાલમાં વલસાડમાં સબ જેલની માંગ તીવ્ર બની છે. સબ જેલ માટે વલસાડ શહેર અને તાલુકામાં જમીન માટે...