વલસાડ જિલ્લામાં એક વર્ષમાં 220 અકસ્માત મોત, જિલ્લા પોલીસે ગુમ-અપહરણ થયેલાઓને શોધી કાઢવા વિશેષ ડ્રાઈવ ચલાવી 55 દિવસમાં સફળતા મેળવી
વલસાડ જિલ્લામાં વાહન ચલાવતી વખતે સુરક્ષા રાખવી કેટલી અગત્યની છે. ઘરના બાળકો પ્રત્યે સભાન રહેવુ કેટલું જરૂરી છે. ઔદ્યોગિક એકમોમાં કામ કરવા આવતા કામદારોની તમામ વિગતો મેળવવી કેટલી ઉપયોગી થઈ શકે તેનો ચિતાર આપવા વલસાડ જિલ્લા પોલીસવડાએ ઉદ્યોગપતિઓ સાથેના સંવાદ કાર્યક્રમાં ચોંકાવનારી આંકડાકીય માહિતી આપી માત્ર 55 દિવસમાં મેળવેલ સફળતા અંગે વિગતો પુરી પાડી હતી.
વાપીમાં VIA હોલ ખાતે વલસાડ જિલ્લાના પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા યોજવામાં આવેલ ઉદ્યોગકારો સાથેના સંવાદમાં વલસાડ જિલ્લામાં થતા અકસ્માત મોતની અને ગુમ થયેલ કે અપહરણની નોંધાયેલ ફરિયાદોની તેમજ તેમાં મેળવેલ સફળતાની આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.
પોલીસવડાએ ઉદ્યોગપતિઓ સાથેના સંવાદ કાર્યક્રમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં એક વર્ષમાં થયેલ ખૂનના ગુન્હા સામે માર્ગ અકસ્માત અને અકસ્માત મોત ના ગુન્હા 10 ગણા વધુ છે. તેમજ ગુમ અ...