
વાપીની સરના કેમિકલમાં ગેસની અસરથી 2 ના મોત, 1 સારવાર હેઠળ, કામદારોની સુરક્ષા ને લઈ કંપની શંકાના દાયરામાં
વાપી GIDC માં પ્લોટ નંબર 1708/A-2, 1715 તથા 1707 થર્ડ ફેઈઝ માં સ્થિત સરના કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસની અસર થતા 2 કામદારોના મોત નિપજ્યા છે. જ્યારે 1 કામદાર હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને લઈ મૃતક પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. તેવા સંજોગોમાં પણ કંપનીના સંચાલકો આ સમગ્ર ઘટના પર પડદો પાડી દેવાની વેતરણ કરી રહી છે. તો,ઘટનાને લઈ લાગતા વળગતા એજન્સીના અધિકારીઓ અને કેટલાક પત્રકારો પણ આ ઘટનાં પર ઢાંક પિછાળો કરવાની મથામણમાં જોવા મળ્યા છે.
વાપી GIDC પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વિગતો જોઈએ તો, ઘટનામાં 41 વર્ષીય ગોરેલાલ નંદ કિશોર મંડલ, 37 વર્ષીય દિલીપ શ્યામ સુંદર તાતી નામના કર્મચારી આ ઘટનામાં મોતને ભેટ્યા છે. જ્યારે ત્રીજો કર્મચારી ભુનેશ્વર હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મળતી વિગતો મુજબ આ ઘટના કંપનીમાં 5મી ડિસેમ્બરે સવારે 11:30 વાગ્યા આસપાસ બની હતી.
જેની વિગતો જોઈ...