
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારમાં 2 દિવસીય સફાઈ અભિયાનનો શુભારંભ
વાપી નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો, ભાજપના અગ્રણીઓ દ્વારા વાપીના શ્યામજી કૃષ્ણ વર્મા સર્કલ ખાતેથી 2 દિવસીય સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ હાથમાં સાવરણો લઈ મુખ્ય માર્ગ પર પડેલા કચરાની સાફસફાઈ કરી શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન-શહેરી અંતર્ગત 15મી ઓકટોબર થી 16 ડિસેમ્બર-2023 સુધી "સ્વચ્છતા હી સેવા " કાર્યક્રમ અંતર્ગત સમૂહ સફાઈ ઝુંબેશ તથા સ્વચ્છ શૌચાલય કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે વાપી નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય રસ્તાની સામૂહિક સફાઈ ઝુંબેશ રાખવામાં આવી છે. બે દિવસીય સફાઈ ઝુંબેશમાં શહેરના લોકો પણ લોકભાગીદારીમાં સહયોગ આપે. વાપીને સ્વચ્છ, સુંદર અને ડસ્ટ ફ્રી બનાવવાના સંકલ્પ સાથે આ સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડાય તેવા ઉદેશ્ય સાથે શનિવારે વાપીના શ્યામજી કૃષ્ણ વર્મા સર્કલ પેપીલોન ખાતેથી સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્...