
વાપીમાં નાણાંમંત્રી અને વન, પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ વલસાડ’ સમિટમાં 1005 એકમો સાથે 1196 કરોડના MOU…..!
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024 ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ વલસાડ’ સમિટ યોજાઈ હતી. જેમાં જિલ્લાના 1005 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.1196 કરોડના MOU કર્યા હતા, જેનાથી અંદાજે 11200 વ્યક્તિઓને રોજગારી મળશે.
આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ કેવી રીતે કરવો એ માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ બનાવી રોજગારી અને લોકોની આવક વધારવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં વર્ષ 2003માં સૌપ્રથમ વાર વાયબ્રન્ટની શરૂઆત કરી હતી. એકદમ નાના પાયા શરૂ થય...