ગાર્ડી ચેરીટેબલ હોસ્પિટલ અને ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાપીમાં આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો વાપીના દર્દીઓએ લાભ લીધો
રવિવારે વાપીમાં છીરી વિસ્તારમાં આવેલ એવરગ્રીન પાર્ટી પ્લોટ ખાતે નવસારીના ડાભેલ સ્થિત ગાર્ડી ચેરીટેબલ હોસ્પિટલ અને ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ ડુંગરા દ્વારા વાપીના જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક મેગા મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સારવારના નિષ્ણાત તબીબો પાસે લગભગ 730 જેટલા દર્દીઓએ પોતાના રોગનું નિદાન કરાવ્યું હતું. તેમજ નિઃશુલ્ક દવા મેળવી હતી.
આઝાદી પહેલાથી આરોગ્ય સેવાકીય ક્ષેત્રે પોતાનું યોગદાન આપતી અને હાલમાં નવસારી ના ડાભેલ ખાતે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરી ગરીબ દર્દીઓને નજીવા ખર્ચે દરેક પ્રકારની બીમારીમાં ઉત્તમ સારવાર પુરી પાડતા ગાર્ડી ચેરીટેબલ હોસ્પિટલ અને વાપીમાં આરોગ્ય ક્ષેત્રે સેવા પુરી પાડતા ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાપીના છીરી ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પમાં 8 જેટલા વિભાગો ઉભા...