વાપીના મુરલી નાયરે કર્યું અવયવોનું દાન, 5 લોકોને મળશે જીવનદાન!
વાપીની હરિયા એલ જી રોટરી હોસ્પિટલ ખાતે
શનિવારે બીજું અંગદાન કરવામાં આવ્યું હતું. વાપીના 55 વર્ષીય મુરલી નાયર નામના દર્દી બ્રેઇન ડેડ થવાથી તેના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીને આંખો, લીવર તથા કીડનીનું દાન કરી પાંચ દર્દીઓને જીવનદાન આપ્યું છે. વાપીની હરિયા એલ જી હોસ્પિટલમાંથી અમદાવાદની જાયડ્સ હોસ્પિટલ સુધી ગ્રીન કોરોડોર તૈયાર કરી દર્દીના લીવર, કિડનીને મોકલવામાં આવ્યાં હતા. અમદાવાદમાં આ અવયવો 3 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરી નવું જીવન આપવામાં આવશે.
વાપીમાં રહેતા મુરલી નાયરને બ્રેઇન સ્ટ્રોક આવતા વાપીની હરિયા એલ. જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. 6 દિવસની સારવાર બાદ પણ તે બ્રેઇન સ્ટ્રોક માંથી બહાર આવી શક્યા નહોતા. જ્યારે તેમના અન્ય કિડની, લીવર જેવા અંગો સલામત હતાં. એટલે તબીબોએ નાયર પરિવાર સાથે અંગોના દાન અંગે વાત કરી હતી. જે નાયર પરિવારે સહર્ષ સ્વીકારી લીધી હતી. જે બાદ શનિવારે મુર...