વાપી નગરપાલિકાએ મોટા ઉપાડે 100 ફૂટ ઊંચે લહેરાવેલો રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો! ગરીમાં જાળવવી મોંઘી પડી રહી છે?
દેશના 75માં આઝાદીના દિવસને દેશ આખો એક ઉત્સવના રૂપ માં ઉજવી રહ્યો હતો. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં નગરપાલિકા દ્વારા 100 ફૂટ ઊંચા ધ્વજ ધ્રુવ પર નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપીવાસીઓએ વિશાળ જનમેદની સાથે ઉપસ્થિત રહી હર ઘર તિરંગા અભિયાનને જબબર પ્રતિસાદ આપ્યો હતો. જો કે તે બાદ હાલમાં 6 મહિનામાં જ પાલિકાએ 100 ફૂટ ઉંચે ફરકાવેલો આ રાષ્ટ્રધ્વજ હાલમાં ઉતારી લીધો છે.
મુખ્ય બજારમાં 100 ફૂટ ઉંચા ધ્વજધ્રુવ પર લહેરાવેલો રાષ્ટ્ર ધ્વજ ઉતારી લેવાના કારણ અંગે પાલિકાના સત્તાધીશો તરફથી મળતી વિગતો મુજબ રાષ્ટ્ર ધ્વજ ફાટી ગયો હતો. એટલે તેને ઉતારી લીધો છે. તેના સ્થાને નવો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે. જો કે અત્રે નોંધનીય બાબત છે કે 6 મહિનામાં આ પહેલા પણ રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હતો. જે ધ્યાને આવ્યા બાદ તેને ઉતારી લીધો હતો. જેના સ્થાને ફ...