Friday, January 31News That Matters

Tag: Vapi Municipality collected tax of 16 crore 61 lakh against demand of 17 crore 26 lakh in FY 2022-23

વાપી નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2022-23માં 17.26 કરોડના માંગણા સામે 16.61 કરોડની વેરા વસૂલાત કરી

વાપી નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2022-23માં 17.26 કરોડના માંગણા સામે 16.61 કરોડની વેરા વસૂલાત કરી

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાએ મિલકત વેરા પેટે નાણાકીય વર્ષ 2022-23માં 96.24 ટકા વસુલાત કરી મહત્વની સિદ્ધિ મેળવી છે. મિલકત વેરા પેટે નીકળતા કુલ 1726.79 લાખના માંગણા સામે રૂ. 1661.86 લાખની વસૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકા એ ગત નાણાકીય વર્ષ 2021-21ના વર્ષમાં 96.19 ટકા વેરા વસૂલાત કરી હતી. વાપી પાલિકાએ નાણાકીય વર્ષ 2022-23ના અંતિમ દિવસ એવા 31 માર્ચના સુધીમાં કુલ 96 ટકાથી વધુ વસૂલાત કરી છે. વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા 31 માર્ચે વેરા વસૂલાત અભિયાન ચાલુ રાખી 7 દુકાનોને તાળા મારી રૂ.30.50 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી હતી. વર્ષ 2022-23 ના પૂરા થતા વર્ષના વેરા વસૂલાતના છેલ્લા દિવસે અભિયાનને વેગ આપી મહાત્મા ગાંધી સર્કલ પાસેના કે.પી. ટાવરની 3 દુકાનો અને સાંઇનગરમાં શાંતિ સોસાયટીમાં 4 દુકાનોને તાળા માર્યા હતા. ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ઘરવેરા વિભાગના ટે...