વાપીની જમીયત ઉલમાં એ ટ્રસ્ટ પહોંચ્યું વલસાડના પુરગ્રસ્તોની વહારે, 100થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને આપી રાશન કીટ
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે વલસાડ તાલુકાના નિચાણવાળા વિસ્તાર એવા કાશ્મીરનગર, બરૂડિયાવાડ, વલસાડ પારડી, યાદવ નગર, વાડી ફળિયા, તરિયાવાડ, બંદર રોડ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. જેઓની તમામ ઘરવખરી અને અનાજ નષ્ટ થયું છે. ત્યારે આવા જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ, ચા અને નાસ્તો, ભોજન, દૂધ, પાણી જેવી વ્યવસ્થાઓ માટે વલસાડ જિલ્લાની વિવિધ સંસ્થાઓને અપીલ કરવા સાથે વાપીની જમીયત ઉલમા એ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાને 100 થી વધુ રાશનની કીટ તૈયાર કરી તેનું વિતરણ કર્યું હતું.
ઇન્તેખાબ ખાન અને તેની ટીમે વલસાડમાં સામાજિક કાર્યકર રાજુ મરચાની રાહબરી હેઠળ કાશ્મીર નગર અને તેની નજીકના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણીમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટ આપી હતી. જમીયતે ઉલમાએ વાપી ટ્રસ્ટ દ્વારા લોટ, ચોખા, દાળ, તેલ, મીઠું, મરચું, હળદર, ધાણા, ખાંડ, ચાયપત્તિ, મીણબત્તી, લાઈટર જેવી જરૂરિયાતની ચ...