VIA અને મહેસાણા જિલ્લા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 541 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
શનિવારે 22મી જુલાઈએ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને મહેસાણા જિલ્લા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા સંયુક્ત રીતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર દરમ્યાન વરસાદના વિઘ્ન છતાં રક્તદાતાઓએ ઉત્સાહ દાખવ્યો હતો. જેના ફળ સ્વરૂપ રોટરી હરિયા ન્યુકેમ બ્લડ બેંક દ્વારા 238 યુનિટ અને શ્રીમતી પૂરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેંક દ્વારા 303 યુનિટ મળી કુલ 541 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
રક્તદાનને મહાદાન કહેવાય છે કારણ કે ઘણીવાર જીવન બચાવવા માટે રક્ત ખુબજ ઉપયોગી થઇ પડે છે. આ ચોમાસાની ઋતુ દરમિયાન વાપીની બ્લડ બેંકોને લોહીની ભારે અછતનો સામનો કરવો પડતો હોય છે, આ પરિસ્થિતિને ધ્યાને રાખીને, શનિવારે 22મી જુલાઈએ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન(VIA) અને મહેસાણા જિલ્લા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા સંયુક્ત રીતે, વાપીની બે મુખ્ય બ્લડ બેંક શ્રીમતી પૂરીબેન પોપટ લાખા લા...