દહેજ માંગણીના કેસમાં વાપીની એડી. ચીફ કોર્ટ દ્વારા સાસુ, સસરા, ફુવા સસરા અને ફુવા સાસુ ને નિર્દોષ છોડ્યા
વાપીની કોર્ટનો વધુ એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. વાપીના એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી. જે. પટેલ આ ચુકાદો આપ્યો છે. છે. જેમાં એક પરિણીતાએ પોતાના જ સાસુ-સસરા, ફુવા સસરા, ફુવા સાસુ સામે દહેજની માંગણી તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપી ગાળો બોલતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેની સુનાવણી દરમ્યાન બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી તેમજ પુરાવા આધારે ચારેયને નિર્દોષ છોડવાનો હુકમ કરતો ચુકાદો આપ્યો છે.
દહેજ માંગણીના કેસમાં વાપીની એડી. ચીફ કોર્ટ દ્વારા સાસુ, સસરા અને ફુવા સસરા અને ફુવા સાસુ ને નિર્દોષ છોડ્યા છે. વધુમાં ફરિયાદીને ફુવા સસરા રાજેશભાઈ સાકરભાઇ પટેલ ઉપર ફરિયાદીએ ખોટા આક્ષેપો લગાવી હેરાન કરવા બદલ ફરિયાદી વહુએ તેમને વળતર કેમ ન આપવું તે બદલ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 250 ની નોટિસ આપી ફરિયાદીએ તા 25-07-2023 ના રોજ કોર્ટ માં હાજર રહેવું તેવો હુકમ કર્યો છે.
આ કેસ અંગે વિગતો એવી હતી ક...