મોબાઈલ, ચેઇન સ્નેચિંગ કરતા અને બાઈક ચોરી કરતા 2 રીઢા આરોપીઓને વાપી GIDC પોલીસે દબોચી લીધા, આરોપીઓ પાસેથી 95 હજારની કિંમતના મોબાઈલ ફોન સહિત કુલ 1.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
વાપી GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ સ્નેચીંગ કરનાર 2 રીઢા મોબાઇલ સ્નેચરોને ઝડપી પાડવામાં આવ્યાં છે. પોલીસે ઝડપેલ બન્ને રીઢા ચોર પાસેથી 95 હજારની કિંમતના 7 મોબાઈલ કબ્જે લીધા છે. તેમજ 2 બાઈક પણ કબ્જે લીધી છે. પકડાયેલ બન્ને આરોપીઓ રીઢા ગુનેગાર છે જેમના નામે વાપી GIDC, ડુંગરા અને સેલવાસ પોલીસ મથકમાં ચેઇન સ્નેચીંગ, મોબાઇલ સ્નેચીંગ, મો.સા. ચોરી સહિતના ગુન્હા પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.
આ અંગે વાપી GIDC પોલીસે આપેલી વિગતો મુજબ વાપી GIDC પોલીસ મથકના PI મયુર પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વાપી GIDC તુલસી હોટલ પાસે રોડ ઉપર બે ઇસમો એક હોન્ડા યુનિકોર્ન વગર નંબરની તથા બીજો એક્સેસ મોપેડ જેનો રજી.નં નં. GJ-15-DQ-8731 ની પાસે ઉભા હતાં. જેઓએ પોતાના નામ મોહમદ હનીફ ઉર્ફે મુન્ના મોહમદ ઈસ્લામ અંસારી અને આનંદ ઉર્ફે ગુડડું અશોકભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું. જેમની મોપેડ...