Friday, January 31News That Matters

Tag: Vapi GIDC 15 lakh 26 thousand stolen from Indian Bank ATM The assistant manager of was arrested by the police

વાપી GIDCની ઇન્ડિયન બેંકના ATM માંથી 15.26 લાખની ઉચાપત કરનાર આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ

વાપી GIDCની ઇન્ડિયન બેંકના ATM માંથી 15.26 લાખની ઉચાપત કરનાર આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ

Gujarat
વાપી GIDCમાં આવેલ ઇન્ડિયન બેંકના ATM મશીનમાંથી 15,26,500 રૂપિયાની ઉચાપત કરનાર બેંક ના જ આસિસ્ટન્ટ મેનેજર સામે બ્રાન્ચ મેનેજરે ફરિયાદ કરતા GIDC પોલીસે આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમારની ધરપકડ કરી ઉચાપત કરેલા પૈસાનો ક્યાં ઉપયોગ કર્યો છે. અથવા ક્યાં સંતાડેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ અંગે વાપી GIDC માં નોંધાયેલ ફરિયાદ મુજબ વાપી ડિવિઝનના DySP બી. એન. દવે એ વિગતો આપતા જણાવ્યું હતું કે, વાપીના ઇમરાન નગર ખાતે રહેતા અને GIDC ખાતે ઇન્ડિયન બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા દિલીપકુમાર વિજયકુમાર મિશ્રાએ શુક્રવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બેંકમાં લગાવેલ ATM મશીનમાં રૂપિયા જમા કરવા અને બેંકના ATM માં જમા થયેલ રૂપિયાનો હિસાબ બેંકમાં આપવા માટે આલોકકુમાર સિંહને જવાબદારી સોંપી હતી. જેમણે બેંકના ATM ના પાસવર્ડ આધારે કુલ 15,26,500 રૂપિયાની ઉચાપત કરી છે. આલોકકુમાર સિંહ બેંકમાં આસિસ...