Saturday, October 19News That Matters

Tag: Vapi Dharampur Bamti village leads in patriotism so far 18 jawans are paying the debt of motherland in various fields

દેશભક્તિમાં બામટી ગામ અવવ્લ, અત્યાર સુધીમાં 18 જવાનો વિવિધ ક્ષેત્રે માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યા છે

દેશભક્તિમાં બામટી ગામ અવવ્લ, અત્યાર સુધીમાં 18 જવાનો વિવિધ ક્ષેત્રે માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યા છે

Gujarat, National
રિપોર્ટ :- જિજ્ઞેશ સોલંકી, માહિતી ખાતું, વલસાડ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ગામમાં એક બે નહીં પણ 18 જવાનો દેશ સેવામાં જોડાયા છે. જેમાં એક સૈનિક દેશના ઈતિહાસમાં ગૌરવપૂર્ણ ગણાતા કારગીલ યુધ્ધમાં પણ જોડાયા હતા. વર્ષ 2008 માં જમ્મુ કાશ્મીર સરહદ ઉપર ફિઝિકલ ટેસ્ટ દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા. તેમના આકસ્મિક અવસાન બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરંતુ હાલમાં ચાલી રહેલા ‘‘મારી માટી, મારો દેશ’’ અભિયાન હેઠળ તેમની ગંગા સ્વરૂપા પત્નીનું સરકારે સન્માન કરી સ્વર્ગીય પતિનું દેશ પ્રત્યેનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરાયો હતો. દેશની આઝાદી અને દેશની રક્ષા માટે બલિદાન આપનારા શહીદોની યાદમાં તા. 30 ઓગસ્ટ સુધી દેશભરમાં આઝાદીના અમૃતકાળમાં ‘‘મારી માટી, મારો દેશ’’ અભિયાન ચાલી રહ્યું છે. આ ઐતિહાસિક અભિયાન હેઠળ વીરોને વંદન કરાઈ રહ્યું છે. શહીદોના સન્માનમાં ઉજવાય રહેલી ‘‘મારી માટી, મારો દેશ’’ ઝુંબેશે લોકોમા...