છઠ્ઠી મૈયાના જયજયકાર સાથે વાપીમાં ઉત્તરભારતીય સમાજે દમણગંગા નદીના ઘાટે સૂર્ય દેવને અર્ધ્ય આપી ઉત્સાહભેર ઉજવ્યું ચૈત્રી છઠ્ઠ મહાપર્વ
વાપીમાં વસતા ઉત્તરભારતીય સમાજ દ્વારા ગત વર્ષે કોરોના કાળને કારણે આસ્થાના પ્રતીક સમાં છઠ્ઠી મૈયાની છઠ પૂજાનું આયોજન કરી શકાયું નહોતું. વર્ષમાં 1 વાર કારતક મહિનામાં અને બીજી ચૈત્ર મહિનામાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગુરુવારે 7મી એપ્રલે વાપીની દમણગંગા નદી કિનારે ચૈત્રી છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છઠ વ્રતધારીઓએ ડૂબતા સૂર્યને પહેલું અર્ધ્ય અર્પણ કર્યું હતું. જે બાદ બીજા દિવસે વહેલી સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરી વ્રતના પારણા કર્યા હતાં.
બિહાર-ઉત્તર પ્રદેશમાં છઠ્ઠી મૈયાની પૂજાનું કઠોર વ્રત ગણાતા છઠ પૂજાનું અનેરું મહત્વ છે. જેમાં પ્રથમ દિવસે ઢળતી સાંજે નદી કિનારે જઇ વ્રતધારીઓ સૂર્યદેવને અર્ધ્ય આપે છે. જ્યારે બીજા દિવસે વહેલી સવારમાં ઉગતા સૂર્યને અર્ધ્ય આપી વ્રતના પારણા કરે છે. વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કર...