દમણ ટૂ નાસિક વાયા વાપી રેલવે લાઇન પ્રોજેકટ માટે હજુ દિલ્લી દૂર છે. પ્રોજેકટ ઓછા ટ્રાફિકના અંદાજે અભેરાઈ પર ચડે તેવી શકયતા?
રેલવે મંત્રાલય દ્વારા થોડા સમય પહેલા દમણ-વાપી-નાસિક (210 કિમી) નવી રેલ્વે લાઇન માટે સર્વેક્ષણ હાથ ધરાયુ હતું. જો કે, હવે જાણવા મળતી વિગતો મુજબ આ રૂટ પર ઓછા ટ્રાફિકનો અંદાજ કાઢી હાલ પ્રોજેકટ સ્થગિત કરવામાં આવ્યો છે.રેલવે મંત્રાલય દ્વારા દમણ-વાપી-નાસિક (210) કિલોમીટરની નવી રેલ્વે લાઇનના નિર્માણ માટેનો પ્રોજેકટ હાથ ધરી સર્વે શરૂ કર્યો હતો. જે સર્વે હાલ માં જ પૂર્ણ થયો છે. પરંતુ પ્રોજેક્ટના સર્વેમાં આ રૂટ પર ઓછો ટ્રાફિક મળી શકે છે. તેવો અંદાજ સામે આવ્યો છે. તેવું લોકસભાના ચાલુ સત્રમાં રેલવે મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.
દમણ-વાપી-નાસિક (210 કિમી) નવી રેલ્વે લાઇનના નિર્માણ માટેનો સર્વે થોડા સમય પહેલા શરૂ કર્યા બાદ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ રૂટ પર વાપી એ હાલનું રેલ્વે મુંબઈ થી સુરત-અમદાવાદ વચ્ચેનું A ગ્રેડનું મહત્વનું રેલવે સ્ટેશન છે. વાપી થી દમણ માત્ર 11 કિમી દૂર છે. જ્યારે નાસિક ...