ઉત્તર ભારતીય સમાજનાં મહાપર્વ છઠ્ઠ પર્વ નિમિત્તે ઘાટ પર તૈયારીઓને અપાયો આખરી ઓપ
સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠપૂજા, આ પર્વ ઉત્તર ભારતવાસીઓનું મહાપર્વ છે. ત્રણ દિવસના આ પર્વ અંતર્ગત વાપી નજીકથી પસાર થતી દમણગંગા, કોલક નદી અને રાતા ખાડી તેમજ દમણના દરિયા કિનારે, સેલવાસના રિવરફ્રન્ટ ખાતે છઠ્ઠ વ્રતધારી સૂર્યની ઉપાસના કરશે. જે માટે વિવિધ સંસ્થાના આયોજકો દ્વારા ઘાટની સફાઈ કરી સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.
વાપી, દમણ, સેલવાસ સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર-ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા દર વર્ષે તેમની કર્મભૂમિ પર જ છઠપૂજાની ઉજવણી કરે છે. વાપી નજીક પસાર થતી દમણગંગા નદીના કાંઠે નવદુર્ગા ટ્રસ્ટ સહિત અન્ય સંસ્થાઓએ વિશેષ આયોજન કર્યું છે. રવિવારે સાંજે દમણગંગા નદી કિનારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત છઠ્ઠ વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે નદી કાંઠે આવી નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાન...