
વલસાડ LCB એ વલસાડ, અમદાવાદ, ભાવનગર તથા વડોદરા જીલ્લાઓમાથી ત્રણ દિવસમા 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા
વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ દારૂ ના ગુન્હામાં નાસતા ફરતા, પેરોલ/ફર્લો જમ્પ, વચગાળાના જામીન ઉપરથી ફરાર 5 આરોપીઓને વલસાડ LCB PI ના નેતૃત્વમાં ઝડપી લેવામાં આવ્યાં છે. માત્ર ત્રણ જ દિવસમા દબોચી લેવાયેલ આ આરોપીઓ અનુક્રમે વલસાડ, અમદાવાદ, ભાવનગર તથા વડોદરા જીલ્લાનુ સરનામુ ધરાવતા નાસતા ફરતા આરોપીઓ છે.
1, વિજયભાઇ ડાહયાભાઈ કલસરીયા ઉ.વ.36 (સાત વર્ષથી વોન્ટેડ આરોપી) રહે. હાલ. બાબરીયાધાર તા. રાજુલા જી. અમરેલી તથા એ-36, બ્લોક નં.192 રાધેક્રિષ્ના સોસાયટી, માંકણા, કામરેજ તા.જી.સુરત તથા અધેવાડા ટોપ-03 સર્કલ સીનેમા નજીક તા.જી.ભાવનગર
2, નિલેશ ઉર્ફે મોનુ સત્યપ્રકાશ ઉપાધ્યાય ઉ.વ.30 (ચાર વર્ષથી વોન્ટેડ આરોપી) રહે. સુરત સચીન GIDC નાકા તા.ચૌર્યાસી જી.સુરત તથા નેશનલ હાઈવે-48 તરસાલી જાંબુઆ રોડ જાંબુઆ ચોકડી પહેલા હાઈવે ઉપર આવેલ ઢાબા ઉપર તા.જી. વડોદરા મુળ રહે. રામપુર બેલા પોસ્ટ-બેલા જી. પ્રતા...